letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:31 AM
Wednesday, October 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

 દશેરાના દિવસે બહુચરાજી મંદિરેથી માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયતએ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે. જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે.