letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:26 AM
Tuesday, February 25
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

હવે મતદારો પોતાના રાજ્યમાંથી કોઈ બીજા રાજ્યની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી પંચ આઈઆઈટી મદ્રાસ સાથે મળીને બ્લોક ચેઈન સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે, આ એવી સિસ્ટમ હશે, જેનાથી રાજસ્થાનની કોઈ વ્યક્તિ ચેન્નાઈમાં કામ કરતી હશે, તો તે ચેન્નાઈથી રાજસ્થાન ચૂંટણીમાં મત આપી શકશે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં બેઠક કરશેજોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ સિસ્ટમનો અર્થ એ નથી કે, કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા મત આપી શકશે. બીજા રાજ્યોમાં રહેતા લોકોએ પણ મત આપવા ચોક્કસ સ્થળે જવું પડશે. આ માટે કાયદામાં સંશોધનની પણ જરૂર પડી શકે છે. અરોરાએ કહ્યું કે, ઈવીએમ સાથે છેડછાડ શક્ય જ નથી. ફરી બેલટ પેપરથી ચૂંટણીઓ યોજવાનો સવાલ જ નથી. વિવિધ ચૂંટણી સુધારા અને આદર્શ સંહિતા મુદ્દે ચૂંટણી પંચ ટૂંક સમયમાં વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક પણ કરશે.