letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:52 PM
Monday, June 1
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

કોરોનાનો સામનો કરનારી આયુર્વેદિક દવાઓનું પરીક્ષણ કોના પર કરવામાં આવશે, શું તે સંક્રમણને અટકાવી શકશે અને શું ઉધરસ અને તાવ કોવિડ-19ના મુખ્ય લક્ષણો છે... આવા ઘણા સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સલાહાકાર ડો.ડી.સી કટોચે આકાશવાણીને આપ્યા છે, જાણો તેના વિશે.. 1) કોરોનાવાઈરસનું સંક્રમણ ક્યારે નષ્ટ થશે?આ એક મહામારી છે જે સમગ્ર દુનિયામાં ફેલાઈ છે. જ્યાં સુધી તેની વેક્સીન નહીં આવે ત્યાં સુધી તમામે વાઈરસથી બચવા માટે સાવધાની રાખવી પડશે. સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે. જો તમે વાઈરસથી બચવા માટે આપેલી માર્ગદર્શિકાનું પાલન કરો છો, તો ચેપ લાગશે નહીં. અત્યારે બચાવ જરૂરી છે. 2) આયુર્વેદની કઈ ઔષધીઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે?આયુષ મંત્રાલયમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જે વાઈરસથી બચાવા માટે દવાઓ પર રિસર્ચ કરી રહી છે. તેમાં પીપળી સાથે ગુરુચી, મૂળી, અશ્વગંધા અને આયુષ-64 છે. તે તમામ બીમારી સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. રિસર્ચમાં આ તમામ દવાઓ શરદી અને ખાંસીના ઉપચાર માટે અસરકારક સાબિત થઈ છે. કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાની સલાહ આપવામાં આવી છે. આ દવાઓ પર રિસર્ચ ચાલી રહ્યું છે કે વાઈરસથી સંક્રમણને રોકવા માટે તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. 3) કોના પર દવાનું ટ્રાયલ કરવામાં આવશે?એવી હોસ્પિટલમાં જ્યાં કોવિડ-19ના ડોક્ટર અને સ્ટાફ છે તેમના પર પરીક્ષણ કરવામાં આવશે. જે લોકો ચેપગ્રસ્તની સેવા કરવામાં રોકાયેલા છે અને તેમના સીધા સંપર્કમાં છે. બીજા, તે લોકો જેમાં લક્ષણ છે. તે જોવામાં આવશે કે ઔષધીઓ દ્વારા તેઓ કેટલા દિવસોમાં તેઓ સાજા થઈ જાય છે. તેના માટે આયુષ મંત્રાલયે માર્ગદર્શિકા આપી છે, તેના અનુસાર પરીક્ષણ કરવામાં આવશે.  4) શું આયુર્વેદની દવા લેવાથી વાઈરસનું સંક્રમણ નહીં થાય ?જો તમે કોરોનાવાઈરસના સંક્રમણથી બચવા માટે કોઈ પણ પ્રકારની આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હો તો તે ચાલુ રાખો. આયુર્વેદની ઔષધીઓ વાઈરસની સામે લડવામાં મદદ કરે છે અને સંક્રમણ થયું હોય તો ઝડપથી મટી જાય છે. પરંતુ તે દરમિયાન, જો કોઈ લક્ષણો દેખાય છે અને તબિયત ખરાબ થઈ જાય છે તો ડોક્ટરનો સંપર્ક કરો. સામાન્ય રીતે વાઈરસનું સંક્રમણ ત્યારે થશે જ્યારે તમે બહાર જશો અથવા કોઈ સંક્રમિતના સંપર્કમાં આવો છો. એટલા માટે બહાર જતી વખતે સાવધાની રાખવી.  5) સામાન્ય માસ્ક કેવી રીતે બચાવશે, શું N95 માસ્ક વધારે સારું હોય છે?ઘરે બનાવેલું માસ્ક વાઈરસથી બચાવા માટે અસરકારક છે પરંતુ તેને સમયાંતરે ધોતા રહેવું. જો તમે બહાર જાવ છો તો ધૂળ, ગંદકી અથવા વાઈરસ માસ્ક પર ચોંટી જાય છે. એટલા માટે બહા…