letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:42 AM
Wednesday, July 8
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ગુજરાત યુનિવર્સિટી કોમર્સ વિદ્યાશાખાની (બીકોમ, બીબીએ, બીબીસીએ, એમએસસી-આઈટી, એમબીએ ઈન્ટિગ્રેટેડ કોર્સ) સહિતના કોર્સની 37 હજાર બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, કુલ 18,318 જેટલી પિન વિદ્યાર્થીને અપાઈ છે. જ્યારે 4697 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, 3275 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે. ગુજરાત યુનિવર્સિટી કોમર્સ એડમિશન કમિટીના કો ઓર્ડિનેટર સિનિયર સિન્ડિકેટ સભ્ય પ્રો. ડો. જશવંત ઠક્કરે કહ્યું છે કે, કોમર્સ પ્રવેશ પ્રક્રિયાને લગતી કોઈ મૂંઝવણ હોય તો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર દર્શાવેલા ઈ-મેલ પર ચકાસણી કરતા રહેવું. બીજી તરફ પ્રથમ વર્ષ બીએસસી કોલેજોની પ્રવેશ કાર્યવાહીમાં રવિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 10086 વિદ્યાર્થીઓને પિન આપવામાં આવી છે. જ્યારે કુલ 5496 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.   પ્રવેશ કમિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10મી જૂનથી 28મી જૂન સુધીમાં ઓનલાઈન પિન આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે 15મી જૂનથી 30મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ માટેની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી છે તેમ બીએસસી પ્રવેશ કમિટીના કો-ઓર્ડિનેટટર ડો. એન. કે . જૈને જણાવ્યું છે. જ્યારે પ્રથમ વર્ષ બીએની 14 હજારથી વધુ બેઠકોની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી આજથી શરૂ થશે.