letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:26 AM
Wednesday, July 8
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સરકારી શાળાના મકાનો, સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ અપનાવી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કર્યુ છે.     આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિને હવેના નૂતન અભિગમ સાથે અપનાવી જળસુરક્ષા માટે સૌએ સામૂહિક પ્રયાસો કરવા જોઇએ.    મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યુ હતું.મુખ્યમંત્રીએ રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જન સહયોગ દ્વારા જે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડયું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.     તેમણે કહ્યું કે, નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે ર૦૧૮ના વર્ષથી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે કોરોના સંક્રમણના પડકાર છતાં પણ સમગ્રતયા ત્રણ વર્ષમાં ૪૦૬ર૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા આપણે વધારી શકયા છીયે.     મુખ્યમંત્રીએ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની દિશામાં જે આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત રિયુઝ ઓફ વોટર, સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને શુદ્ધ કરી રિટ્રીટ કરીને તેનો ઊદ્યોગો, ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવાની નક્કર કામગીરી ગુજરાતે કરીને દેશને નવો રાહ બતાવ્યો છે.      વિજયભાઇ રૂપાણીએ ભાવિ વિકાસની નવી ચરમસિમા પાર કરવામાં પાણીને જ વિકાસનો આધાર ગણાવ્યો હતો. તેમણે આફતને અવસરમાં પલટવાના ગુજરાતના સંસ્કારને ઊજાગર કરવાની પ્રેરણા આપતાં કોરોના વચ્ચે-કોરોના સામે જંગ લડીને કોરોનાને હરાવવા પણ ‘જાન હૈ – જહાન હૈ’ સાકાર કરવાનું આહવાન આપ્યું હતું.  પેટા ચૂંટણીનો જંગ જીતવા ભાજપની કવાયત, આ બેઠકો પર અગાઉ કોંગ્રેસે મેળવી હતી જીત     વડોદરા જિલ્લા વહિવટીતંત્ર એ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૧૦૦૦ જેટલા ભવનોને તબક્કાવાર આવરી લઇને આ શાળા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેકટ માત્ર નવ માસના ટૂંકાગાળામાં પૂર્ણ કર્યો છે. સમગ્રતયા રૂ. ૬ કરોડના ખર્ચે સાકાર થયેલા આ પ્રોજેકટમાં CSR એકટીવીટી અન્વયે જ…