વડોદરાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે નાનાભાઇએ સ્કૂલમાં જવા માટે ટુ-વ્હીલર ખરીદી આપવાની જીદ કરતા નાના ભાઈની જૂની સાઇકલને મોડિફાઇ કરીને ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી અને મહિને એક લાખ રૂપિયાની કમાણી શરૂ થઇ ગઈ હતી. નાનાભાઇએ સ્કૂટર ખરીદવાની જીદ કરતા પહેલીવાર ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરનાર એન્જિનિયર વિવેક પાગેએ જણાવ્યું હતું કે, જ્યારે મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવી ત્યારે મને તેના માર્કેટિંગનો કોઇ અનુભવ નહોતો પણ હિંમત કરીને મે ફ્લેશ મોટર બાઇકના નામે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે રોકાણના અભાવે મારે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર બાદ મેં 2 વર્ષ સુધી ડિઝાઇન એન્જિનિયર તરીકે કામ કર્યું, જ્યાં હું ઇલેક્ટ્રિક પેનલ ડિઝાઇન કરતો હતો.


Gujarat News
14 Jul 2021