letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:51 AM
Saturday, April 27
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

દેશમાં રસીકરણના પ્રારંભને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. રાજ્યમાં ગત 16 જાન્યુઆરીએ 11,800 કોરોના વોરિયર્સના રસીકરણ સાથે કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવાના સૌથી મોટા અભિયાનનો આરંભ થયો હતો. એક વર્ષના ગાળામાં રાજ્યમાં કુલ 9.46 કરોડ રસીકરણ થયું છે જેમાંથી 5 કરોડથી વધારેને પહેલો ડોઝ અપાઇ ચુક્યો છે જ્યારે 4.40 કરોડને બન્ને ડોઝ અપાયા છે. પહેલા ડોઝમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોની સાથે 15-18 વર્ષના 21 લાખ કિશોરોનો પણ સમાવેશ થાય છે. 15 વર્ષથી ઉપરમાં ગણીએ તો, 95 ટકાથી વધારે વસતીને પહેલો ડોઝ અપાયો છે. 18 વર્ષ ઉપરની વસતીમાં 97 ટકાને પહેલો ડોઝ જ્યારે 90 ટકાથી વધારે લોકોને બન્ને ડોઝ અપાયા છે. 18 વર્ષ ઉપરની વસતીમાં દરેક 10 વ્યક્તિમાંથી 9ને બન્ને ડોઝ મળી ગયા છે. કુલ રસીકરણમાં 5.13 કરોડ પુરૂષો છે જ્યારે 4.27 કરોડ મહિલાઓ છે. રસીકરણના આક વર્ષ દરમિયાન કુલ 6.51 લાખ નવા કેસ નોંધાયા છે, 5781 લોકોનાં કોરોનાના કારણે મૃત્યુ થયા છે જ્યારે 5.96 લાખ લોકો કોરોનાને હરાવી સાજા થયા છે.