06 Jul 2022
ઇ.ડી.આઇ.આઇના ઇન્ક્યુબેશન સેન્ટરના સ્ટાર્ટઅપે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપ્યો છે. નિખીલ કુમારના ફુટુર ડોટ કોમ નામના સ્ટાર્ટઅપે શેરડી, મકાઇ અને શક્કરિયાંમાંથી તદ્દન પ્લાસ્ટિક જેવી દેખાતી બોટલ, થેલી વગેરે તૈયાર કરી છે. આ પ્રોડક્ટને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા અપાઇ ચૂકી છે. ટૂંક સમયમાં તમામ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરાશે.