અત્યારસુધી એક માતા નાના બાળકને હાલરડું ગાતાં ગાતાં ઘોડિયામાં સુવડાવતી હતી, પરંતુ યુગ બદલાયો અને લોકો પણ બદલાયા. બદલાતા યુગની સાથે સાથે લોકોની રહેણીકરણી પણ બદલાઈ છે, ત્યારે આધુનિક યુગમાં એક માતા પોતાના સંતાનને કામ કરતાં કરતાં સૂવડાવી શકે એવી શોધ થઈ ગઈ છે. હવે કામ કરતાં કરતાં બાળકને સુવડાવવું એક માતા માટે સરળ બની જશે. અમદાવાદના એક યુવાને નાનાં બાળકો માટે એક ખાસ પ્રકારનું ઈલેક્ટ્રિક ઘોડિયું તૈયાર કર્યું છે, જેનું ઈલેક્ટ્રિસિટી મારફત ઓટોમેટિક સંચાલન થશે. આ યુવાને ઘોડિયું તૈયાર કરવા માટે એનું ફંડ એકઠું કરવા સૌથી પહેલા સાદાં ઘોડિયા તૈયાર કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ આવકનો સ્ત્રોત ઊભો થતાં તેણે ઈલેક્ટ્રિક ઘોડિયું બનાવ્યું. આજે આ યુવાન વર્ષે 50 લાખથી વધનું ટર્નઓવર કરીને 12 લોકોને રોજગારી આપી રહ્યો છે.


Gujarat News
16 Jul 2022