અમદાવાદના બે કોમ્પ્યુટર એન્જિનિયર યુવાનોએ બ્રાન્ડ પ્રમોશન એપ થકી આઠ કરોડ જેટલું ફંડિંગ એંજલ ઇન્વેસ્ટર પાસેથી મેળવ્યું છે. એટલું જ નહીં, પોતાની જ મુશ્કેલી નિવારવા કરાયેલા બદલાવે કંપનીને એક નવી ઊંચાઈ સર કરાવી છે અને અમદાવાદના બે યુવાનની કંપની આગામી એક વર્ષના જ ખૂબ ટૂંકા સમયમાં ડિજિટલ સોલ્યુશન થકી રૂ. 36 કરોડ બિઝનેસ કરવાનું લક્ષ્ય રાખે છે. કોરોનાકાળમાં નવા માર્ગે કંપનીને નવો રાહ ચીંધ્યોઅમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર ભાવેશ કોરાટ અને માર્કેટિંગક્ષેત્રે કામ કરતા ભાવેશ પટેલ બંને ભેગા મળીને તેમણે આઇટી કંપની બનાવી હતી. આ બંને કો-ફાઉન્ડરે વર્ષ 2012માં કંપની સ્થાપીને આઇટી સર્વિસીઝ વેબસાઇટ અને એપ બનાવવાની કામગીરી કરતાં હતા. જોકે કોઈ મોટું કામ થતું નહોતું, પરંતુ 2020માં કોરોનાકાળમાં કામગીરીમાં મુશ્કેલી આવી અને એમાંથી અમે એવા સોલ્યુશન વિકસાવ્યા કે અમે બે વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચવા માંડ્યા અને એને કારણે જ 1 મિલિયન ડોલર, એટલે કે આઠ કરોડ જેટલી રકમનું અમારી કંપનીમાં ફંડિગ મળ્યું છે.


Gujarat News
21 Sep 2022