અમદાવાદ સ્થિત EV સ્ટાર્ટઅપ મેટર એનર્જીએ ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક મોટરબાઇક ‘મેટર-07’ લોન્ચ કરી દીધી છે. આ બાઈકને 22મી સદીની મોટરબાઈક તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ મોટરબાઈકનું મેઈન USP તેનું 4 સ્પીડ હાઈપરશિફ્ટ મેન્યુઅલ ગિયરબોક્સ છે, જેને ભારતમાં પહેલીવાર ઈલેક્ટ્રિક બાઈકમાં આપવામાં આવ્યું છે. આ બાઇક 5kWh પાવરપેક સાથે આવે છે અને તે એક્ટિવ લિક્વિડ કૂલિંગ ટેકનિકથી સજ્જ છે. આ નવી ઇલેક્ટ્રિક બાઇકની ડિઝાઇન, ફીચર્સ, સ્પેસિફિકેશન્સ, કિંમત અને અન્ય વિગતો વિશે માહિતી મેળવીએ.


Gujarat News
23 Nov 2022