VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરાના શૈક્ષણિક ઈતિહાસમાં આજે એક નવું સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. વડોદરામાં રાજ્યની સૌપ્રથમ ‘ગ્રીન બિલ્ડિંગ’ સરકારી શાળા બનીને તૈયાર થઈ ચૂકી છે, જે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી સુવિધાઓથી સજ્જ છે. આ અદ્યતન શાળાનું નિર્માણ પીપીપી (PPP) મોડલ પર એક એનજીઓ (NGO) સાથે મળીને વિશેષ પદ્ધતિથી કરવામાં આવ્યું છે, જે ગુજરાત માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. આ શાળાની સૌથી મોટી અને પ્રેરણાદાયક વિશેષતા એ છે કે, જે જગ્યા પર આ બિલ્ડિંગ તૈયાર કરાઈ છે ત્યાં વર્ષો જૂના અનેક વૃક્ષો આવેલા હતા. પર્યાવરણના જતનને પ્રાથમિકતા આપીને, વહીવટી તંત્રે એક પણ વૃક્ષને કાપ્યા વગર જ આ સમગ્ર ગ્રીન બિલ્ડિંગનું માળખું ઊભું કર્યું છે. બાંધકામની આ વિશેષ પદ્ધતિને કારણે આ શાળા પર્યાવરણ પ્રેમીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. .........

Vadodara News

Vadodara Radios