VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી બોગસ વિઝા બનાવી આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા ગેંગના બે સભ્યોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના અલકાપુરી સંપતરાવ કોલોનીમાં બી આર કન્સલટન્સી નામની ઓફિસ ખોલી મહેશ રબારી કેનેડા જવા માંગતા લોકોને વિઝા અપાવવાની લાલચ આપતો હતો.  વડોદરા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી અંદાજિત 150 જેટલા લોકોએ વિઝા બનાવવા માટે મહેશ રબારીને કામ સોપ્યું હતું. જેમાં મહેશ રબારી અને અમદાવાદનો ચિરાગ ભટ્ટ લોકો પાસેથી નોન રિફંડેબલ 25 હજાર રૂપિયા લઈ ઈ.ટી.એના સ્ટીકર લગાવી આપતો હતો. ત્યારબાદ દિલ્હીનો ભેજાબાજ વિકાસ શર્મા વિઝાનું સ્ટીકર લગાવી આપતો હતો. જે બાદ આરોપીએ ગ્રાહકો પાસેથી વધુ 2 થી 5 લાખ પડાવતા હતા.

Vadodara News

Vadodara Radios