VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

હજારો ફૂટની ઊંચાઈ પરથી નજર બહાર કરતા પણ ભલભલાને ચક્કર આવી જાય…ભલભલા ભડવિર પુરુષો પણ થોડીક ઊંચાઈથી નીચે નજર કરતા થથરી જાય…પરંતુ વડોદરાની યુવતીએ હજારો ફૂટનીં ઊંચાઈએ આકાશમાંથી કુદીને પુરુષોને પણ પાછળ પાડી દીધા છે. ગુજરાતના લોકો રમત-ગમત ક્ષેત્રે સાહસ નથી ખેડતા અને જોખમી રમતોથી ખૂબજ દૂર રહે છે આ મહેણું તોડી નાંખ્યું છે વડોદરાની દીકરી શ્વેતા પરમારે. વડોદરાની 28 વર્ષીય સ્કાયડાઇવર શ્વેતા પરમારે આકાશમાં ઉડી, આકાશમાંથી હજારો ફૂટ ઊંચાઈએથી કૂદકો મારી આ સાહસ કરનાર પ્રથમ ગુજરાતી યુવતી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. શ્વેતાએ સરકાર તરફથી મંજૂરી મળે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી કૂદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Vadodara News

Vadodara Radios