AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણની સાથે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે તેમાંથી ઇંધણ મેળવવાનો એક નવતર માર્ગ શોધી કાઢવામાં આવ્યો છે. AMCના CNCD વિભાગે ગાય અને ભેંસના છાણમાંથી બળતણ તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી ગોબર સ્ટિક તૈયાર કરી છે, જે હાલમાં રાંધણ ગેસના એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. AMCના ઢોર અંકુશ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1000 કિલો જેટલો ગોબર સ્ટિકનો જથ્થો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ સ્ટિક ખાસ મશીનો દ્વારા બનાવવામાં આવે છે, જે લાકડા કે કોલસાની જેમ જ લાંબો સમય સુધી સળગી શકે છે અને ઓછું પ્રદૂષણ ફેલાવે છે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત, ધાર્મિક સંસ્થાનો, હોસ્ટેલ અને કેન્ટીન જેવા એકમોને 300 કીટ પહોંચાડવામાં આવી છે. શહેરભરમાંથી દરરોજ જનરેટ થતા 2800 કિલોથી વધુ છાણ અને અન્ય ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરીને આ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત પૂરો પાડે છે. .......

Amdavad News

Amdavad Radios