VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં પાણીપુરીમાં વપરાતા બટેટા પગથી ધોવાતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર જબરદસ્ત એક્શનમાં છે. તંત્રએ ગુરુવારે જવાબદાર લોકો સામે તો કાર્યવાહી હાથ ધરી જ હતી. પણ પાણીપુરીની અન્ય લારીઓ પર પણ તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. મોટાપાયે પાણીપુરીની લારીઓ પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે અને જ્યાં પણ “અખાદ્ય જથ્થો” જણાય ત્યાં જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે. પાણીપુરીનું પાણી અખાદ્ય જણાતા તંત્ર દ્વારા મોટાપાયે તેના નાશની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Vadodara News

Vadodara Radios