VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાની ચકાસણી માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓમાંથી 19 નમૂના નાપાસ જાહેર થયા છે. તપાસમાં આ ખાદ્ય પદાર્થો સબ-સ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં ઊતરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. ઘીના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર તહેવારો દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસનાં પરિણામોમાં કુલ 19 નમૂનાઓ ગુણવત્તાના ધોરણો પર ખરા ઊતર્યા નથી. આ નમૂનાઓમાં અનાયા નેચરલ ઓઇલ, સમા-સાવલી રોડ પરથી લેવામાં આવેલા ઘીના નમૂના તેમજ સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરીના ઘીના નમૂનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માંજલપુરના શ્રી રામ દુગ્ધાલય અને મકરપુરા રોડ પર આવેલા અખર ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલા ખુલ્લા ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. .........

Vadodara News

Vadodara Radios