letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:40 AM
Saturday, December 15
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરાઃ સાથે જીવવા અને મરવાની કસમ ખાધા બાદ પ્રેમી તરફથી દગો મળતા વડોદરાની એક યુવતીએ પાંચ દિવસ પહેલા ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવતીએ આપઘાત કર્યો ત્યારે પણ પ્રેમી સાથે ફોન ચાલુ હતો. આ મામલે વડોદરાના પાણીગેટ પોલીસે યુવતીના પ્રેમી તેમજ કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મૃતક યુવતીએ લખેલી સુસાઇડ નોટમાં પણ પંકજ પટેલ પર શારીરિક શોષણના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. મૃતક યુવતી તલાટી તરીકેની નોકરી કરતી હતી.પ્રેમમાં દગો મળતા યુવતીએ મુંડન કરાવ્યું નાખ્યુંમળતી માહિતી પ્રમાણે પંકજ પટેલે પોતે કુંવારો હોવાનું નાટક કરીને કરજણ તાલુક પંચાયતમાં તલાટી તરીકે નોકરી કરતી અંજના રાઠોડ (ઉં.વ. 24 વર્ષ)ને પોતાની પ્રેમઝાળમાં ફસાવી હતી. જોકે, પાપ છાપરે ચડીને પોકારે તેમ યુવતીને થોડા જ દિવસોમાં માલુમ પડી ગયું હતું કે તેનો પ્રેમી કુંવારો નહીં પરંતુ પરિણીત છે. પ્રેમી તરફથી દગો મળ્યાનું જાણીને અંજના શરૂઆતમાં ઉદાસ રહેવા લાગી હતી. બાદમાં તેણીએ આઘાતમાં આવીને મુંડન કરાવી નાખ્યું હતું. જોકે, હતાશા અને આઘાતમાં સરી પડેલી અંજનાએ બે દિવસ પછી જે પગલું ભર્યું તે ખૂબ જ દુઃખદ હતું. અંજનાએ તેના ઘરે પંખા વડે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.

Vadodara News

Vadodara Radios