VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં ગુરુવારે શહેરની મધ્યમાં થયેલા એક ગંભીર અકસ્માતમાં કારમાં પસાર થઈ રહેલા દંપતીનો આબાદ બચાવ થયો હતો. એલ્યમિનિયમની એંગલો ભરીને પસાર થઈ રહેલી જીપમાંથી એંગલો સરકરીને આગળ જતી કારમાં ઘુસી ગઈ હતી. આ એંગલો કારનો પાછળનો કાચ તોડીને ફ્રન્ટ સીટ પર બેસેલા દંપતીના પાછળના ભાગ વાગી હતી. દંપતીએ કાયદાનું ઉલ્લંઘન કરી રહેલા ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધાવી છે. વાઘોડિયા રોડ ઉપર રહેતા મદનભાઇ પટેલ તેમની પત્ની સાથે કારમાં ગોત્રી ઇસ્કોન હાઇટ્સ રોડ ઉપરથી પસાર થતા હતા. તેઓની કારની પાછળ બોલેરો ટેમ્પો એલ્યુમિનીયમની એંગલો બેદરકારીપૂર્વક ભરીને જઈ રહ્યો હતો. ટેમ્પો ચાલકે બ્રેક મારતા ટેમ્પોની ઉપર બાંધેલી એંગલો છૂટી પડી ગઈ હતી અને આગળ જતી કારમાં ઘૂસી ગઇ હતી. 

Vadodara News

Vadodara Radios