VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સ્માર્ટ સીટી વડોદરા માં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે. કારણ કે કોર્પોરેશને કેરલની એક કંપની પાસેથી રોબોટ મંગાવી તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ રોબોટ આગામી સમયમાં વડોદરાના માર્ગો પર ડ્રેનેજની સાફ સફાઈ કરતા જોવા મળશે.  વડોદરાના મેયર જીગીશા શેઠે જણાવ્યું કે, વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનોની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ રોબોટની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે. જેના માટે છેલ્લા પાંચ દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન કેરળની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપનીના યુવાનો પાસે રોબોટની આચારસંહિતા બાદ ખરીદી કરશે. વડોદરાના મેયરે કહ્યું કે ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓના મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં નહી ઉતારાય. 

Vadodara News

Vadodara Radios