VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સાતમા દિવસના શ્રીજી વિસર્જનના પગલે વડોદરામાં 8300થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત ખડકલો કરી દેવાયો છે. ખાસ કરીને જુની ગઢીના શ્રીજીના વિસર્જન યાત્રા માટે પોલીસે વિશેષ તૈયારીઓ કરી લીધી છે. સંવેદનશીલ વિસ્તારોમાં 10 સ્પેશિયલ કમાન્ડોનું બાઇક પેટ્રોલિંગ તથા ઇમરજન્સીમાં લાઇટ માટે જનરેટરની પણ વ્યવસ્થા કરાઇ છે. અનિચ્છનિય બનાવોને ટાળવા માટે જુની ગઢીના શ્રીજીની વિસર્જન યાત્રામાં ચાર દરવાજા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જુની ગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા તથા સમગ્ર શહેરમાં એસપી કક્ષાના 12 અધિકારી, 20 ડીવાયએસપી, 80 પીઆઇ અને 250 પીએસઆઇ સહિત 8300થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે એસઆરપીની 6 ટીમો, આરએએફની 1 ટીમ અને સીઆરપીએફની 1 મહિલા કંપનીને પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની ટીમો પણ સાદા વેશમાં ચાંપતી નજર રાખશે. ખાસ કરીને લાઇટના સ્વીચ પોઇન્ટ પાસે પણ બંદોબસ્ત ગોઠવાયો છે. 400 સીસી ટીવી કેમેરાથી સતત મોનિટરીંગ કરવાની સાથે સોશિયલ મીડિયા મારફતે કોઇ પણ પ્રકારની અફવા ના ફેલાય તે માટે સાયબર સેલની ટીમ પણ સતત નજર રાખશે. ચાર દરવાજા વિસ્તારમાં 20 વોચ ટાવરથી પણ નજર રખાશે. સંવેદનશીલ વિસ્તારોમાં 10 સ્પેશિયલ કમાન્ડોનું બાઇક પેટ્રોલિંગ ઉપરાંત ઘોડેસવાર પેટ્રોલિંગ કરાશે. 4 ડ્રોન કેમેરાથી સતત હિલચાલ રખાશે.

Vadodara News

Vadodara Radios