letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:36 AM
Wednesday, December 11
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા બાદ યુવક શહેરની હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેના પરિવારજનોએ અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો અને તેના એક યકૃત (લીવર) અને બે કીડનીથી ત્રણ બાળકોને નવજીવન મળ્યું હતું. બોડેલીના અનિરુદ્ધસિંહ પરમાર ( ઉવ.24) ગત 1લી સપ્ટેમ્બરે ફોર વ્હીલરમાં જંબુગામથી બોડેલી તરફ આવી રહ્યાં હતા ત્યારે કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં અનિરુદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને શહેરની રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કર્યા હતા. શુક્રવારે બપોરે બ્રેઇન ડેડ જાહેર કરતાં તેમના પરિવારજનોનું ડો. રવિરાજસિંહ અને ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને તેઓ અંગદાન કરવા સંમતિ આપી હતી. છેવટે અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કરાયો હતો. તેની ટીમ વડોદરા હોસ્પિટલમાં સુસજ્જ એમ્બ્યુલન્સ અને સર્જરીના સાધનો સાથે આવીને એક લીવર અને બે કીડનીને બચાવીને અમદાવાદ લઇ ગઇ હતી. જ્યારે અનિરુદ્ધના પાર્થિવ દેહને એસએસજીમાં પોસ્ટમોર્ટમ કરાવી બોડેલી પરિવારજનો સાથે લઇ ગયા હતા. શનિવારે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે જ્યારે એક તરફ બોડેલીમાં અનિરુદ્ધની ચિતા સળગતી હતી ત્યારે બીજી તરફ અમદાવાદની કીડની ઇન્સ્ટિટ્યૂટમાં બે કીડનીથી બપોરે સાડા બાર સુધીમાં ત્રણ બાળકોને ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવી રહ્યું હતું. જ્યારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટેશન સવારે 8.00 વાગ્યા સુધીમાં જ થઇ ગયું હતું.

Vadodara News

Vadodara Radios