VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેરમાં 2 નવેમ્બરથી નવા ટ્રાફિકના નિયમોનો કડક અમલ કરવામાં આવશે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોના કડક અમલવારી માટે શહેરના વિવિધ પોઇન્ટો ઉપર પોલીસ ટીમો ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.એ.સી.પી. ટ્રાફિક અમિતા વનાણીએ જણાવ્યું હતું કે, પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થઇ ગયો છે. બીજી નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમોનું કડક અમલ શરૂ કરી દેવામાં આવશે. તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમો ગોઠવી દેવામાં આવશે. અને જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે. તેઓ પાસે નવા ટ્રાફિક નિયમ પ્રમાણે સ્થળ પર દંડનીય રકમની વસૂલાત કરવામાં આવશે.

Vadodara News

Vadodara Radios