VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દેશના એકમાત્ર વડોદરા એરપોર્ટ પર જ્યોતિષની સલાહ મળે છે. ઇનોવેટિવ આઇડિયા અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી દ્વારા 6 મહિના માટે જયોતિષને મંજૂરી અપાઈ છે. જ્યારે વધુ મુદત માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ પ્રોસિજર શરૂ કરાયો છે. જો વડોદરા એરપોર્ટની રજૂઆત સ્વીકાર્ય થશે તો દેશનાં તમામ એરપોર્ટ પર જ્યોતિષના વ્યવસાયને સ્વીકારાશે. તે માટે ગાઇડ લાઇન બનશે અને તમામ એરપોર્ટ માટે જ્યોતિષીને બેસવાની જગ્યા અંગે ટેન્ડર બહાર પડાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી જરૂરીએરપોર્ટ પર તમારે કોઇ વ્યવસાય કે દુકાન માટે જગ્યા જોઇતી હોય તો તે માટે એરપોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયાની ગાઇડ લાઇન છે. જેતે ધંધો કરવા જગ્યા ન મળે. પાણીપૂરીનો સ્ટોલ ખોલવો હોય તો મંજૂરી મળે નહીં. આવી જ રીતે જ્યોતિષ એરપોર્ટની ગાઇડ લાઇનમાં નથી. પરંતુ વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇનોવેટિવ આઇડિયા તરીકે તેને 6 મહિના માટે મંજૂરી અપાઈ છે.હવે જો તમે એરપોર્ટ પર મૂંઝવણ અનુભવો અને કોઇ ગ્રહ કે પાલ્મિસ્ટ અંગે સલાહ જોઈએ તો વડોદરા એરપોર્ટ આ માટે સજ્જ છે. પરંતુ આ મુદત પૂરી થવાના આરે છે. જેથી વધુ મુદત માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી અને સ્વીકૃતિ જરૂરી છે. જો આ વ્યવસાયની સ્વીકૃતિ ન હોય તો જ્યોતિષીને એરપોર્ટ પરથી ઉચાળા ભરવા પડે અને જો સ્વીકાર્ય હોય તો વડોદરા દેશમાં દાખલો બેસાડતું એરપોર્ટ બનશે. જ્યોતિષના સ્ટોલનું માસિક ભાડું રૂા. 60 હજારવડોદરા એરપોર્ટ પર 6 મહિનાથી વ્યવસાય કરતા જ્યોતિષી પ્રકાશ જોષી મહિને એરપોર્ટ ઓથોરિટીને રૂ. 60 હજાર ભાડું ચૂકવે છે. વડોદરા કેમિકલ અને ઇલેક્ટ્રિક હબ છે. બહારથી ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતા લોકો પણ સલાહ લેવા એરપોર્ટ પરિસરમાં આવે છે.કેવડિયા ખાતે ડી.જી.કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા અધિકારીઓએ પણ માર્ગદર્શન મેળવ્યું હતું. દુબઇ એરપોર્ટ પર જ્યોતિષીને સ્ટોલ માટે મંજૂરી અપાઇ હતીદુબઇ એરપોર્ટ પર મને જ્યોતિષ કન્સલ્ટન્સી માટે મંજૂરી હતી. મારું વતન વડોદરા છે. અત્રે આવ્યા બાદ વડોદરા એરપોર્ટ પર મંજૂરી માગી, 6 મહિનાથી કામ કરું છુ. 

Vadodara News

Vadodara Radios