VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેર અને જિલ્લાના 8 તાલુકાઓમાં 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન ત્રણ વાનો દ્વારા અહર્નિશ સેવાઓ આપી રહી છે. 2020ના પૂરા થયેલા વર્ષમાં વડોદરા અભયમે મહિલા સુરક્ષાની કામગીરી બજાવતાં 181ને આધારે મળેલા 5,974 જેટલા કોલ હેઠળ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને જરૂરી મદદની સાથે હૂંફ અને સધિયારો પૂરો પાડ્યો હતો. મોટેભાગે ઘરેલુ હિંસા, કામના સ્થળે જાતિય સતામણી, સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ, છેડતી અને બળાત્કારના કિસ્સાઓમાં પીડિત મહિલાઓને મદદની કામગીરી કૉવિડના જોખમથી ડર્યા વગર અવિરત કરવામાં આવી છે.કોરોનાકાળમાં ઘરેલુ હિંસાના બનાવમાં બમણો વધાર થયો છે.

Vadodara News

Vadodara Radios