VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કોરોનાના સમયમાં ભારત અને દુનિયાના દેશોમાં રેમડેસિવિર ઇન્જેકશન અને ત્યારબાદ જ્યારે મ્યુકોરમાઇકોસિસના કેસો આવ્યા ત્યારે એમ્ફોટેરિસિન બીના ઇન્જેકશનની માગમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યારે સમગ્ર ભારતમાં વડોદરા અને આસપાસની ફાર્મા કંપનીઓ આ ઇન્જેક્શન પૂરા પાડતી હતી. શહેરની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં 39 લાખથી વધુ ઇન્જેકશનની બેચનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ વડોદરાના ફાર્મા ઉદ્યોગો દુનિયાના 52થી વધુ દેશમાં વર્ષે રૂ.18000 કરોડની દવાઓની નિકાસ કરે છે. આ દેશોમાં કેટલાક યુરોપિયન દેશો, મોટાભાગના સબસહારા દેશો (ઉત્તર આફ્રિકા સિવાયના), લેટિન અમેરિકા, સાઉથ-ઇસ્ટ એશિયા અને મિડલ ઇસ્ટનો સમાવેશ થાય છે. અમેરિકા અને યુરોપના દેશોમાં દવાઓના માનાંક વધુ કડક હોવાથી ત્યાં વડોદરાથી નિકાસ ઓછી થાય છે.

Vadodara News

Vadodara Radios