VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

માંડવીના 111 વર્ષ જૂની ઇમારતમાં કાર્યરત સેન્ટ્રલ લાઇબ્રેરી મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. જેમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે. સેન્ટ્રલ લાઇબ્રેરી વર્ષો પહેલાથી કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી છે. આજથી 111 વર્ષ પહેલાં લાઇબ્રેરીમાં કુદરતી પ્રકાશ આવે તે માટે સયાજીરાવે તેના પ્રથમ મજલાના ફ્લોરિંગના બાંધકામ માટે બેલ્જિયમથી મજબૂત કાચ મંગાવ્યા, જે આજે પણ યથાવત્ છે. આ ભારતની પહેલી અને એક માત્ર લાઇબ્રેરી છે જેમા આ પ્રકારના કાચ વપરાયા છે. આ જ કારણસર લોકોમાં તે કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે. ઇતિહાસના અભ્યાસુ ચંદ્રશેખર પાટીલ કહે છે કે, ‘ સંપતરાવે પહેલીવાર 1906માં સરકારવાડાની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મધ્યવર્તી પુસ્કાલય શરૂ કર્યું હતું. તેમનો લાઇબ્રેરી માટેનો આગ્રહ અને પ્રયાસ નોંધપાત્ર હતા. તેથી મહારાજા સયાજીરાવ 1906માં અમેરિકા ગયા ત્યારે તેમણે ત્યાંથી લાઇબ્રેરી વ્યવસ્થાપનના જાણકાર બોર્ડનને વડોદરા આવવાનું આમંત્રણ આપ્યું. જે તેમણે સ્વીકાર્યું.

Vadodara News

Vadodara Radios