VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દરજીપુરા એરફોર્સ સ્ટેશનની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલા યુવાનને એરફોર્સ જવાનોએ ઝડપીને હરણી પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં યુવાન માનસિક અસ્વસ્થ હોવાનું અને ભૂખ લાગતા જમવાનું શોધવા એરફોર્સ સ્ટેશનમાં જઈ ચઢ્યો હોવાનું બહાર આવ્યું હતું. શુક્રવારની સાંજે યુવક એરફોર્સના જવાનો જમવાનું આપશે તેમ સમજીને એરફોર્સ સ્ટેશનની દિવાલ કુદતા જ સ્ટેશનમાં દોડધામ થઈ હતી. હથિયારબંધ જવાનો સતર્ક થઈ ગયા હતા અને ઘુસણખોરી કરનારા યુવકને ઝડપી લઈ સ્ટેશનમાં પ્રાથમિક પૂછપરછ પણ કરી હતી. પૂછપરછ બાદ એરફોર્સના સિક્યુરીટી જવાનોએ હરણી પોલીસને જાણ કરી યુવકને સોંપી દીધો હતો. યુવક ઉત્તરપ્રદેશના ભાખરેલ ગામનો હોવાનું જણાવ્યું હતું,જ્યારે યુવક માનસિક અસ્વસ્થ અને ત્રણ મહિના પહેલા તેના ગામથી ગુમ થયો હોવાનું યુપી પોલીસે જણાવ્યું હતું.

Vadodara News

Vadodara Radios