VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

યુનાઇટેડ નેશન્સે ભારતમાં 17 યુવા કલાઇમેટ લીડર્સની પસંદગી કરી વડોદરાની યુવતીનો સમાવેશ થયો છે. જેમાં આગામી 7 સપ્તાહ સુધી કલાઇમેટ ચેન્જ વિષય પર વિવિધ પ્રવૃત્તિ કરશે. શહેરની યુવતિએ એસએસયુમાં ભૂખી કાંસ પર પ્રોજેકટ કર્યો હતો. યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રથમ વાર ભારતમાં કલાઇમેટ પર અનોખું કામ કરી રહેલા યુવાનોની પસંદગી કરી છે. દેશભરમાંથી 17 જેટલા યુવાનોની પસંદગી કરવામાં આવી છે જેમાં વડોદરાની યુવતી સ્નેહા શાહીનની પસંદગી કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગમાંથી માસ્ટર્સ કરનાર વિદ્યાર્થીની અત્યારે બેંગ્લોરમાં પીએચડી કરી રહી છે. યુનાઇટેડ નેશન દ્વારા પસંદગી પામેલા 17 યુવા કલાઇમેટ લીડર હવે 7 સપ્તાહ સુધી વિવિધ વર્કશોપ, સેમિનાર, ઓનલાઇન મિટીંગના માધ્યમથી કલાઇમેટ ચેન્જ વિશે ચર્ચા કરશે. જેમાં અત્યાર સુધી તેમણે કરેલા કામો સહિત આગામી સમયમાં શું બદલાવ લાવી શકાય તેમ છે તે વિશે ચર્ચા કરાશે.

Vadodara News

Vadodara Radios