AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં ઠંડા પીણા અને કોલ્ડ ડ્રિંક્સની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરની જાણીતી ‘છાશવાલા’ દુકાનના અંજીર મિલ્ક શેકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. ગ્રાહકના આરોપ મુજબ તેમને આપવામાં આવેલ મિલ્ક શેક હલકી ગુણવત્તાનો હતો અને તે એક્સપાયરી ડેટ પૂર્ણ થવા પહેલા જ બગડી ગયેલો લાગતો હતો. ઘટનાની ગંભીરતા વધતાં લોકોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને હાઈજીન સ્ટાન્ડર્ડ અંગે ચિંતા ફેલાઈ છે. IIM નજીક આવેલી છાશવાલા બ્રાન્ચનો વીડિયો મળતી માહિતી મુજબ આ વીડિયો અમદાવાદના પોલિટેકનિક ચાર રસ્તા અને IIM નજીક આવેલી છાશવાલા બ્રાન્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં મિલ્ક શેકમાં વંદો જોવા મળ્યા બાદ ગ્રાહકે તાત્કાલિક આ બાબતની ફરિયાદ કરી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ........

Amdavad News

Amdavad Radios