AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં અર્બન ફ્લડિંગની સમસ્યાના કાયમી અને વૈજ્ઞાનિક નિરાકરણ માટે પૂર્વ વિસ્તારમાં આવેલા તળાવોનું ઇન્ટરલિંકિંગ તેમજ ખારીકટ કેનાલના નવીનીકરણની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારના “National Disaster Management Authority (NDMA)” હેઠળ “National Disaster Mitigation Fund (NDMF)” માટે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા સાત શહેરોમાં અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ તળાવોનું ઇન્ટરલિંકિંગ તથા ખારીકટ કેનાલના નવીનીકરણની વ્યાપક કામગીરી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની યોગ્ય કામગીરીને પ્રોત્સાહન આપવા 27 મે 2026ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઇ કાંતિલાલ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલભાઈ મિશ્રા અને અન્ય અધિકારીશ્રીઓ દ્વારા ખારીકટ કેનાલની કામગીરી ખાતે વિઝિટ કરી હતી. ......

Amdavad News

Amdavad Radios