letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:36 PM
Saturday, April 27
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓ માથી મજૂર વર્ગ નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન-જાવન કરે છે. ઉપરાંત નોકરી/ધંધા અર્થે વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી/ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. ગુજરા રાજ્ય માર્ગ પરિવહન નિગમની નોંધ અનુસાર ગત વર્ષે ૧૨૦૦ બસો દ્વારા ૪૫૧૬ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર અને ફૂલડોલ ઉત્સવ માટે ૪૨૫ બસો દ્વારા ૩૫૧૮ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ. ચાલુ વર્ષે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૫00 જેટલી બસો વડે ૭૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે. ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૫૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન છે. ....Cont

Rajkot News

Rajkot Radios