Breaking News : રાજકોટના ન્યારી ડેમમાં 2 મિનિટની રોલ બનાવવા યુવાનોએ જીવને જોખમમાં નાંખ્યો, જુઓ Video
જ્યારથી ફોન આવ્યો છે. ત્યારથી લોકો ફોટો અને વીડિયો ક્લિક કરવા માટે એટલા ઉત્સુક બન્યા છે કે, પોતાનો જીવ પણ જોખમમાં મુકી દે છે. ઉંચા પહાડો હોય કે પછી પાણીનો પ્રવાહ હોય લોકો ફોટો અને રિલ્સ બનાવવા પહોંચી જાય છે. પરંતુ ક્યારેક એવી ગંભીર ઘટનાઓ બની છે. જેમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે. સુરક્ષાને લઈ અનેક પ્રશ્ન ઉઠ્યા રાજકોટ કાલાવડ રોડ પર ન્યારી ડેમનો બનાવ એક બનાવ સામે આવ્યો છે.રાજકોટના કાલાવડ રોડ પર રિલ્સ બનાવવાની લ્હાયમાં પાણીમાં કાર ફસાઈ હતી.રિલ્સ બનાવવાની ઘેલછાએ યુવાનોએ કાર ન્યારી ડેમના પાણીમાં નાખી હતી. રવિવાર હોવાથી ન્યારી ડેમમાં લોકોની ભીડ હતી જેથી સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા.જો કે ચોમાસાનું જાહેરનામું હોવા છતાં કાર ડેમમાં લઈ જતાં સુરક્ષાને લઈ અનેક પ્રશ્ન ઉઠ્યા હતા. ......
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.






