letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:19 PM
Tuesday, September 25
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌની યોજનાથી આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાની શરૂઆત શનિવાર સવારથી શરૂ થઇ છે. નર્મદા નીરની શનિવારે સવારે 11:15 કલાકે આજી ડેમમાં પધરામણી થઇ હતી. નર્મદાનું પાણી રાજકોટ શહેરને પ્રતિ 1000 લિટરના રૂ.6 લેખે મળી રહ્યું છે. સરકારે રાજકોટને પીવાનું પાણી પૂરું પાડી પોતાની જવાબદારી પૂરી કરી છે હવે રાજકોટીયન્સની ફરજ છે કે તે ‘જળ શ્રીકૃષ્ણ’ને અપનાવે અને પાણીની બચત કરે. મચ્છુ ખાતે એક પંપ ચલાવી દૈનિક 13 એમસીએફટી પાણી આજી નદી માટે પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે અને અંદાજે 56 દિવસમાં આજી ડેમ 29 ફૂટ ભરાશે. એટલે કે ડેમ છલોછલ થઇ જશે. આજી ડેમ ખાતે નર્મદા નીર આવી પહોંચતાં આજી ડેમ ખાતે નર્મદા નીરનાં વધામણા કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર તેમજ પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓ શનિવારે આજી ડેમ ખાતે નીરનાં વધામણા કર્યા હતા.

Rajkot News

Rajkot Radios