letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:11 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શહેરના 80 ફૂટ રોડ પર આવેલી કોઠારિયા કોલોની ગરબી મંડળનું 60 વર્ષથી અખંડ આયોજન થઇ રહ્યું છે. 1958માં આ ગરબીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી અર્વાચીન ગીતો કે ડિસ્કો નહીં, પરંતુ પ્રાચીન લોકગીત અને માતાજીના ગરબા સથવારે જ આ ગરબીમાં દીકરાઓ અને દીકરીઓ એકસાથે રાસે રમે છે. આ ગરબીમાં મોટાભાગના બાળકો ગરીબ અને સામાન્ય ઘરના છે જે તમામને અહીં વિનામૂલ્યે ગરબીમાં પ્રવેશ અપાય છે.   13 વર્ષથી નાની ઉંમરના દીકરા-દીકરીઓ એકસાથે ગામઠી હુડો રાસ સહિત અનેકવિધ જુદા જુદા રાસ રજૂ કરીને જોનારાઓને દંગ કરી દે છે. દર વર્ષે આ ગરબીમાં થતો ચંડ-મૂંડ રાસ અને શિવલહેરી રાસ ખૂબ પ્રચલિત છે તે જોવા મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. ગરબીના બાળકોને દરરોજ નાની-મોટી લહાણી અને નાસ્તો કરાવાય છે અને નોરતાના છેલ્લા દિવસે દરેક બાળકોને કિંમતી લહાણી અપાય છે. ગરબી જોવા આવતા લોકોને સગવડતા માટે અહીં પાણીના પરબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ શહેરની ઘણી એવી પ્રાચીન ગરબીઓ છે જે સતત 40થી વધુ વર્ષોથી અવિરત ચાલી રહી છે અને આજે પણ આ ગરબીઓના પ્રચલિત રાસ જોવા માટે મેદની ઊમટે છે.

Rajkot News

Rajkot Radios