RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ-અમદાવાદ હાઈ-વેની બાજુમાં જ 11300 કરોડના ખર્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસ પહેલા કરેલી જાહેરાત બાદ રેલ્વે ટ્રેક ક્યાં નખાશે? તે સહિતના મુદ્દે કોઈપણ વ્યક્તિને જાણવાની ઉત્સુકતાની જરૂર હોય છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વે તંત્રએ સંકલન સાધીને આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. ત્યારે દિવ્ય ભાસ્કરને સૂત્રોમાંથી એવી માહિતી મળી છે કે, સંભવત: સિક્સલેન વચ્ચેના પાંચ મિટર પહોળા ડિવાઈડરની વચ્ચે દોઢ ડાયામિટરનો કોલમ ઊભો કરી તેના પર બીમ મૂકીને રેલ્વે ટ્રેક ફિટ કરીને 160 કિલોમિટરની ઝડપે ટ્રેન દોડાવી શકાય. આવું શક્ય બને કે કેમ? તે માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વેના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે અને રાજ્ય સરકારે આ બાબતે માહિતી પણ માગી છે.

Rajkot News

Rajkot Radios