RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

પશ્ચિમી રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ ટ્રેનમાં જર્મન બનાવટના કોચ જોડવામાં આવી રહ્યા છે. રાજકોટ ડિવિઝનથી આવતી-જતી ટ્રેન નં.12267/12268 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એક્સપ્રેસ ટ્રેનની પણ કાયાપલટ કરી દેવામાં આવી છે. આ ટ્રેન 6 જાન્યુઆરીથી હવે અદ્યતન LHB કોચ સાથે દોડાવવામાં આવી રહી છે. નવા કોચ રેલ યાત્રિકો માટે સમાન્ય કોચની સરખામણીએ વધુ આરામદાયક છે. નવા કોચ લગાવ્યા બાદ રાજકોટ-મુંબઈ દુરંતો સુપરફાસ્ટ ટ્રેનની કોચ વ્યવસ્થામાં કુલ 16 કોચ રહેશે. જેમાં 1 ફર્સ્ટ એ.સી, 3 સેકન્ડ એ.સી, 10 થર્ડ એ.સી અને બે બ્રેકવાન કોચ સામેલ છે. આ કોચની વિષેશષતા એ છે કે, અકસ્માત સમયે કોચ એકબીજા પર ચડી જતા નથી. દુરંતોમાં અગાઉ ઈકોનોમી ક્લાસના એ.સી કોચ જોડેલા હતા પશ્ચિમ રેલવે દ્વારા દુરંતો ટ્રેનમાં બંને તરફ આવતા-જતા અત્યાધુનિક અને એરક્રાફ્ટ જેવી સુવિધા તથા સુરક્ષા ધરાવતા જર્મન બનાવટના એલ.એચ.બી. કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. દુરંતોમાં અગાઉ ઈકોનોમી ક્લાસના એ.સી કોચ જોડેલા હતા, પરંતુ 6 જાન્યુઆરીથી જ આ ટ્રેનમાં નવા એલએચબી કોચ જોડવાથી જૂના ઈકોનોમી કોચને બદલે થર્ડ એ.સી કેટેગરીના કોચ જોડ્યા છે જેમાં યાત્રિકોને વધુ સારી સુવિધા મળશે. આ રહી એલએચબી કોચની વિશેષતા આ કોચ જલદીથી પાટા ઉપરથી ઊથલી પડતા નથી, પાટા ઉપર પકડ જમાવી રાખે છે. અકસ્માત સમયે કોચ એકબીજા ઉપર ચઢી જતા નથી. વજનમાં પણ હલકા હોવાથી ટ્રેનની સ્પીડ વધુ રહી શકે છે. મુસાફરોને આરામદાયક બેઠક અને સૂવા માટેની સારી વ્યવસ્થા. LHB કોચમાં યાત્રિકોની સલામતી વધુ રહે છે

Rajkot News

Rajkot Radios