RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા હર્બલ દવાની શોધ કરવામાં આવી છે અને આ દવા જે દર્દીઓને લંગ, લીવર કે બ્રેસ્ટ કેન્સર હશે તેના ઇલાજમાં ઉપયોગી થશે તેમ વૈજ્ઞાનિક ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું. ડો.વૈભવ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. આ લેબોરેટરીમાં છેલ્લા એક વર્ષથી અમે પુનાની નેશનલ સેન્ટર ફોર સેલ સ્ટડી(એનસીસીએસ)માંથી કેન્સરના વિવિધ પ્રકારના સેલ મગાવી તેને ન્યુટ્રિશિયન આપીને ગ્રો એટલે કે તેનો વિકાસ કરીએ છીએ અને ત્યારબાદ તેના પર કેન્સરના ઇલાજ માટેની વિવિધ દવાઓનો પ્રયોગ અને સંશોધન શરૂ કર્યું હતું. જેમાં એવી હકીકત પ્રકાશમાં આવી હતી કે, કેન્સરની વિવિધ દવાઓ તેના સેલને ખતમ તો કરી નાખે છે પરંતુ તેની આડઅસર ઘણી બધી છે. આથી કેન્સરના દર્દીઓને આડઅસર ન થાય તે માટે હર્બલ પ્લાન્ટમાંથી દવાઓ છુટ્ટી પાડી ‘સીલીબીનીન નેનો પાર્ટિકલ’ બનાવવામાં આવ્યા છે અને તેમાં સફળતા પણ મળતા રિ-કન્ફર્મેશન માટે એનિમલ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા હવે ક્લિનિકલ ટ્રાયલ માટેની તૈયારી શરૂ કરી છે. કેન્સરની હર્બલ દવાની પેટન્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈઆ હર્બલ દવાની પેટન્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ આ દવાથી માત્ર પ્રથમ અને સેકન્ડ સ્ટેજમાં જ કેન્સરનો ઇલાજ શક્ય છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં તેના સેલ લોહીમાં ભળતા શરીરમાં અલગ-અલગ ગાંઠ થાય છે અને તેનો ઇલાજ થતો નથી. નેનો પાર્ટિકલ MDI મારફત સીધી ફેફસાંમાં પહોંચી ઇલાજ કરે છેકેન્સરના દર્દીને સીલીબીનીન પાર્ટિકલનો ડોઝ મીટર ડોઝ ઇન્હેલર મારફત સીધો ફેફસાંમાં પહોંચાડવામાં આવે છે અને ફેંફસાંમાં હર્બલ દવાનો ડોઝ નેનો પાર્ટિકલમાંથી છુટ્ટો પડી કેન્સરના સેલના નાશની કામગીરી કરે છે. ઉંદર પર સતત 8 મહિના સુધી પ્રયોગ કરાયોકેન્સરના સેલને ઉંદરમાં ગ્રો કરી તેની ગાંઠ બન્યા બાદ ‘સીલીબીનીન નેનો પાર્ટિકલ’ની મદદથી કેન્સરની ગાંઠનો ઇલાજ શરૂ કર્યો હતો અને સતત આઠ મહિના સુધી ઉંદરને હર્બલ દવા આપતા તેના બોડીમાંથી કેન્સરની ગાંઠ દૂર કરવામાં સફળતા મળી છે. આ હર્બલ દવા હોવાથી તેની કોઇ આડઅસર થઇ ન હતી.

Rajkot News

Rajkot Radios