RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શનિવારના રોજ જંગલેશ્વર વિસ્તારના મુસ્લિમ સમાજના મુખ્ય આગેવાન એવા મુન્ના બાપુ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જે બાદ મોટી સંખ્યા ની અંદર પોલીસ અધિકારીઓ મીડિયાકર્મીઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે આ તમામ નો રિપોર્ટ આજે સાંજ સુધી માં આવી જશે. એક બાદ એક રિપોર્ટ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટના સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શદ અહેમદનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દરમિયાન રાજકોટમાં ગુજરાત ક્રાઇમ કંટ્રોલ નામના ફેસબુક પેજ પરથી રાજકોટના પત્રકારોને કોરોના થયો તેવી અફવા ફેલાવામાં આવી હતી. જોકે, હોબાળો થતા આ પેજ દ્વારા માફી પોસ્ટ કરવામાં આવી હતી. જોકે, રાજકોટના મીડિયાકર્મીઓ આ હરકતથી ખફા છે અને પોલીસ પાસે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ છે કે વાઇરલ થયા છે. ગુજરાત ક્રાઇમ કંટ્રોલ નામના ફેસબુક એકાઉન્ટ માં એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. જે પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે " દસ પત્રકારો રાજકોટમાં પોઝિટિવ નીકલા ધ્યાન આપો " ત્યારે આ મેસેજ સમગ્ર ગુજરાતભરમાં વાયરલ થતા પત્રકાર જગત સાથે જોડાયેલા કર્મચારીઓને તેમના સગાસંબંધીઓ નો ફોન આવી રહ્યો છે ત્યારે પત્રકાર જગત માંથી એક સાથે સુર નીકળ્યો છે કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે.

Rajkot News

Rajkot Radios