RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

 વિશ્વ કોરોના વાયરસ (Coronavirus) રૂપી ખતરનાક બીમારી સામે લડી રહ્યું છે. આ આફતમાં ગુજરાત અને સમગ્ર દેશ પણ તેમાંથી બાકાત નથી રહ્યો. સરકાર અને તંત્રની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ અને ભામાશાઓ પણ આગળ આવ્યા છે અને પોતાનાથી થતી મદદ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. હાલ આ કોરોના રૂપી મહામારી સામે લડવા ગુજરાતમાંથી પણ અનેક દાતાઓ મુખ્યમંત્રી (CM Relief Fund) અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ દાન આપી રહ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) ના આવા 94 વર્ષના લાલાભાઇ કાનાણી અને તેમના 87 પત્ની રૂપાઇબેન કાનાણીએ રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિમાં ઉપયોગી થવા પોતાની બચત કરેલી મૂડી (Saving)માંથી 1 લાખ 2 હજારનું અનુદાન (Donation) આપ્યું છે.મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોનારૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કંઈક કરવું છે. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યું કે પોતાની જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી 51-51 હજાર રૂપિયા કોરોના વાયરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા.

Rajkot News

Rajkot Radios