RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં અમે વસતા હતા. ત્યાં અમારી જમીન હતી. જેની પાસે જમીન હોય તેઓ જમીનદાર તરીકે ઓળખાતા. કોઇ ખેતી કરતા હતા. ત્યાં લૂંટફાટ થતી હતી માફિયાઓ માર મારતા હતા.માલ મિલકત,ઘર મકાન, જમીન બધું જ ત્યાં મુકીને લોકો ત્યાંથી હિજરત કરવા લાગ્યા. રસ્તા વચ્ચે કોઈ પકડી ના લે અને ઓળખાઈ ના જાય તે માટે બુરખા પહેરીને નીકળી ગયા હતા. સમુદ્ર માર્ગે પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવ્યા. ત્યાંથી કોઇ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્ર એમ અલગ અલગ વિસ્તારમાં ગયા. રાજકોટમાં રેફ્યુજી બનીને આવ્યા હોવાથી જે વિસ્તારમાં વસવાટ કર્યો તે વિસ્તારનું નામ રેફયુજી કોલોની નામ પડયું. જે 1950ના વખતથી છે. હાલમાં તો આ વિસ્તારને લાલબહાદુર શાસ્ત્રીનગર નામ આપવામાં આવેલ છે. પરંતુ રેફયુજી કોલોનીથી જ તે ઓળખાય છે. સિંધી સમાજના લોકો ચેટીચાંદ-ગુડી પડવો, ગુરૂનાનક જયંતી હજુ પંરપરાગત પધ્ધતિથી જ ઉજવે છે. જેમાં પ્રભાતફેરી, યાત્રાનું આયોજન થાય છે. જ્યારે દિવાળી, જન્માષ્ટમી, નવરાત્રી, ગણેશોત્સવ તહેવારની ઉજવણી કરે છે. સિંધ પ્રદેશમાંથી આવીને રાજકોટમાં રેફયુજી તરીકે વસવાટ કરનાર સિંધી સમાજના લોકોએ શરૂઆતના દિવસોમાં ફેરી કરીને કાપડનો ધંધો કર્યો. ટ્રેઈનમાં પીપરમેન્ટ વેચી, ફૂટપાથ પર બેસીને તો કોઈએ દુકાનમાં કરિયાણાની દુકાન શરૂ કરી.જો કે શરૂઆતના દિવસોમાં ભાષા સમજવામાં મુશ્કેલી પડી પરંતુ ધીમે ધીમે તેઓ અહીંની રીત ભાત શીખી ગયા. જ્યારે સિંધી સમાજની સ્ત્રીઓ પણ પહેલેથી જ આત્મનિર્ભર હતી. તેઓ ઘરે બેઠા પાપડ, ખીચા, અથાણા બનાવતી હતી અને સિલાઇકામ અને ભરત ગૂંથણ કરીને આવક મેળવે છે.

Rajkot News

Rajkot Radios