letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:51 PM
Thursday, October 1
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

અષાઢી બીજના શુભ દિવસથી આજથી શહેરના એરપોર્ટ જેવા નવા બસપોર્ટનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મંગળવારથી નવું બસપોર્ટ શરૂ થયા બાદ હવે બે બસ સ્ટેન્ડ કાર્યરત રહેશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જવા માટેની એસ.ટી બસ શાસ્ત્રીમેદાન ખાતેના હંગામી એસ.ટી બસ સ્ટેન્ડમાંથી ઉપડશે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની બસ નવા બસપોર્ટમાંથી ઉપડશે. નવા બસપોર્ટમાં 11 સુધીના પ્લેટફોર્મનું સ્થળાંતર કરાયું છે. પ્રથમ તબક્કા બાદ આગામી તારીખ 27મીએ બીજા તબક્કાનું સ્થળાંતર કરાશે. પ્લેટફોર્મ નંબર 1,2 અને 3 ઉપર પ્રીમિયમ સર્વિસ, પ્લેટફોર્મ નંબર 4,5 અને 6 ઉપર અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ડીસા, દિયોદર, પાટણ, અંબાજી, ઉદયપુર, રાજસ્થાન જવા માટે બસ મળશે. પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર લીંબડી, નડિયાદ, આણંદ, બરોડા, સુરત, નવસારી, વલસાડ, સાપુતારા, મહારાષ્ટ્રની બસ મળશે. પ્લેટફોર્મ નંબર 9,10 અને 11 ઉપર ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ક્વાંટ, પંચમહાલની બસ મળશે. હાલ શાસ્ત્રીમેદાન ખાતેથી જૂનાગઢ, સોમનાથ, દીવ, પોરબંદર, અમરેલી, મહુવા, ભાવનગર તરફની બસ ઉપડશે તેવું વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું છે.

Rajkot News

Rajkot Radios