RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેરસ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં 17 દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટમાં ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવાર સુધી ચા નહીં મળે. કારણ કે ચા હોટલ એસોસિએશન દ્વારા કોરોના કેસની સંખ્યા વધતા ત્રણ દિવસ તમામ ચાની હોટલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા લારી ગલ્લાવાળા હોકર્સ ઝોનમાં છે તે લોકોનો ત્રણ મહિનાનો પંદરસો રૂપિયાનો ચાર્જ કોર્પોરેશન દ્વારા માફ કરવામાં આવ્યો છે.

Rajkot News

Rajkot Radios