RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

હોસ્પિટલ ચોકમાં 125 વર્ષ જૂની રસૂલખાનજી ઝનાના હોસ્પિટલનું બાંધકામ હવે જર્જરિત થઇ ગયું હોવાથી તેને પાડી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સારી બાબત એ છે કે આ સ્થળ પર અત્યાધુનિક મેટરનરી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ બનવાની છે. ઝનાના હોસ્પિટલના તમામ દર્દીઓ અને સારવારની સુવિધા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવશે જેનો નિર્ણય હવે એકાદ સપ્તાહમાં આવી જશે. 15 દિવસ પછી ઝનાના હોસ્પિટલ પાડવા કાગળની કાર્યવાહી થશે અને વર્ક ઓર્ડર આવી જતા કામગીરીનો પ્રારંભ થશે. નવી હોસ્પિટલનું બજેટ 100 કરોડ રૂપિયા છે જેમાંથી 33 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી ગઇ છે, ટેન્ડર પણ મંજૂર થઇ ગયા છે. જેના મુજબ હાલ ઝનાના 120 બેડની છે તે 500 બેડની થશે. અત્યારે મેટરનરી હોમ જ છે તેને બદલે બાળકોની હોસ્પિટલ પણકાર્યરત થશે.

Rajkot News

Rajkot Radios