RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ હવે ગુજરાતમાં પણ લવ-જેહાદનો કાયદો અમલી બનશે. આ કાયદો આજે વિધાનસભામાં સરકાર દ્વારા પસાર કરવામાં આવશે. ત્યારે આ કાયદાનું બિલ ગૃહમાં રજૂ કરતી વખતે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે હું આજે મારા જીવનનું સૌથી મોટું કામ કરવા જઈ રહ્યો છું. હિન્દુ યુવતીઓનો ધર્માંતરણ બાદ જેહાદી અને આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાના રિપોર્ટના આધારે ગુજરાતમાં પણ કડક કાયદો અમલમાં મૂકવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખોટું નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. એક કલાક સુધી પ્રદીપસિંહે ગૃહમાં બિલ રજૂ કર્યુંગુજરાત વિધાનસભામાં વર્ષ 2003ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારા વિધેયક રજૂ કરતાં પ્રદીપસિંહ જાડેજા એક કલાક અને અગિયાર મિનિટ બોલ્યા છે. તેમણે "લવ-જેહાદ"ની વિસ્તારથી વ્યાખ્યા પણ બાંધી છે. આવા કાયદાઓ વિશ્વના બીજા દેશો અને ભારતનાં કેટલાંક રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતા હોવાનું પણ તેમણે કહ્યું છે.

Rajkot News

Rajkot Radios