ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી: 96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે તાલીમ
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં ઓક્ટોબર-2020માં “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. NFSU એ ગુજરાતની અને ભારતની એક એવી વિશિષ્ટ સરકારી યુનિવર્સિટી બની છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરીને યુગાન્ડાના જિન્જા ખાતે પોતાનું વિદેશી કેમ્પસ સ્થાપ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોના પ્રતિનિધિઓએ અહીંથી ફોરેન્સિક સાયન્સનું ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ મેળવ્યું છે. વિશ્વના અનેક દેશોએ પોતાના દેશમાં NFSUનું કેમ્પસ સ્થાપવા માટે સત્તાવાર દરખાસ્તો પાઠવી છે. આ યુનિવર્સિટી મે 2026 સુધીમાં દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ ધરાવે છે. ગ્રાઉન્ડ લેવલ તપાસ માટે 300થી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન: ગુનાની વૈજ્ઞાનિક તપાસ ઝડપી બને અને સચોટ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય તે માટે NFSU એ ભારતમાં જ નિર્મિત અત્યાધુનિક ‘મોબાઈલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન’ તૈયાર કરી છે. આ વાન 24×7 કલાક કૌશલ્યયુક્ત તજજ્ઞો અને ખાસ ફોરેન્સિક કીટ્સ સાથે સેવામાં તૈનાત રહે છે. દેશના 17થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી 300થી વધુ મોબાઈલ સેવારત છે. ......
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.






