AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં દિલ્લીની આગની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવાનો આદેશ આપ્યો છે. ઇમરજન્સી એક્ઝિટ 24 કલાક ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે. આગ સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે માટે આ આદેશ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત શહેરના વિવિધ એકમોમાં ફાયર વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. ચેકિંગ દરમિયાન ડિજિટલ લોક જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઇમરજન્સી એક્ઝિટ 24 કલાક ખુલ્લા રાખવા સૂચના દિલ્લીની હોટેલમાં અગ્નિકાંડની તપાસમાં ખુલસા થયો હતો કે ડિજિટલ લોકના કારણે લોકો બહાર ન નિકળી શકતા જીવ ગૂમાવવાના વારો આવ્યો હતો.ત્યારે અમદાવાદમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ફાયર વિભાગે આ પ્રકારના ડિજિટલ કે મેગ્નેટિક લોકને દૂર કરવા આદેશ કર્યો છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલ જેવા કોઈપણ જાહેર સ્થળોના ઇમરજન્સી એક્ઝિટ 24 કલાક ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે. ફાયર વિભાગની ચેકિંગ દરમિયાન જો ડિજિટલ લોક ધ્યાને આવશે તો કાર્યવાહી થશે. .......  

Amdavad News

Amdavad Radios