letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:14 AM
Wednesday, December 19
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

વર્ષોથી જયાં ત્યાં કચરો ફેંકવાની કુટેવમાં સુધારો કરનારા અમદાવાદીઓએ હવે પોતાનાં ઘરે જ સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની ટેવ પાડવી પડશે. નહિતર ત્રીજી ડિસેમ્બરથી ઘરનો કચરો ઘરમાં જ પડયો રહેશે.   સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાંથી સુકા અને ભીના કચરાને અલગ એકત્ર કરી તેનો નિકાલ કરવાનાં પ્રોજેકટને સફળ બનાવવા માટે નાગરિકોમાં જાગૃતિ આણવા માટે બીજી ડિસેમ્બરે સમગ્ર શહેરમાં ફરી વળવા એક અનોખા અભિયાનને ટ્રીગર ઇવેન્ટ તરીકે જાહેર કરતાં મેયર બિજલબેન પટેલ તથા કમિશનર વિજય નહેરાએ કહયું કે, અમદાવાદ શહેરને દેશનાં સૌથી સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં આ એક મહત્વનુ પગલુ સાબિત થશે.   તેમણે કહયું કે, અત્યારસુધી રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાંથી તમામ પ્રકારનો કચરો ભેગો કરી પીરાણા ઠાલવવામાં આવતો હોવાથી તેમાંથી રિસાયકલ થઇ શકે તેવા કચરાને અલગ પાડવામાં મુશ્કેલી પડતી હતી અને તેના કારણે પીરાણાનો કચરાનો ડુંગર ઉંચો થતો ગયો છે. પરંતુ હવે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીનાં કારણે હાલમાં દરરોજ એક હજાર જેટલાં વાહનો થકી ૩૫૦૦ મે.ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવે છે અને તેમાંથી ૯૦૦ ટન જેટલો કચરો ખાતર વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાઇ રહયો છે, એક હજાર ટન ડેબ્રિજનો પણ રિસાયકલ કરી નિકાલ થઇ રહયો છે તેમ છતાં હજુય ૧૭૦૦ ટન જેટલાં કચરાનાં નિકાલમાં મુશ્કેલી પડી રહી છે.  

Amdavad News

Amdavad Radios