letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:02 PM
Sunday, September 15
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પર આવનાર દિવસોમાં ચેકડેમ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. 220 કરોડના ખર્ચે બનનારા ચેકડેમની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ બેરેજ બનવાથી ત્યાં રહેતા સ્થાનિકોને મોટી રાહત મળશે. ઉપરાંત અહીં જોવા મળતી પાણીની સમસ્યાનો પણ નિકાલ આવી જશે. માધવગઢ જોડે બનતા આ બેરેજની ઉંચાઇ નવ મીટરની છે. ઘણા વર્ષોથી માધવગઢ પાસે બેરેજ બનાવવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. અંતે માધવગઢના સામેની બાજુએ અમરાપુર વચ્ચે બેરેજ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. આ બેરેજ બન્યાં બાદ ઉનાળા અને શિયાળામાં પણ સાબરમતી નદી બે કાંઠે જોવા મળશે. એવુ અનુમાન લગાવવામાં આવે છેકે, આ બેરેજ બનવાથી ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણાના 50થી વધુ ગામોને મોટો ફાયદો થશે. સાથે જ બેરેજ નવ મીટર ઉંચો હોવાથી મીઠાપાણીનો ખુબ મોટો જથ્થો ઉપલબ્ધ બનશે. ગાંધીનગરના માધગઢ પાસે બેરેજ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકાર પાસે આવી હતી. જેને ધ્યાનમાં લેતા 2019-20ના નાણાકિય વર્ષમાં 2.5 કરોડની જોગવાઇ કરી છે.

Amdavad News

Amdavad Radios