AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ શહેરમાં આગામી ઉત્તરાયણ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે તકેદારીના પગલારૂપે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ 11 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ (કલમ 144નો અમલ) મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, હાલમાં અમદાવાદમાં સીએએના વિરોધમાં તથા સર્મથનમાં વિભિન્ન કાર્યક્રમો યોજાયેલા છે. દરમિયાન શાહઆલમ અને અન્ય વિસ્તારોમાં ટોળાં દ્વારા હિંસા આચરવામાં આવી હતી તેમ જ જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ટૂંક સમયમાં ઉત્તરાયણ છે. આવા સંજોગોમાં અસામાજિક તત્ત્વો શહેરમાં અશાંતિ ન ફેલાવી શકે અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાવચેતી જરૂરી જણાય છે.ચાર કરતાં વધુ લોકોએ ભેગા થવું નહીંઆથી અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 11 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 25 જાન્યુઆરીના 24 કલાક સુધી ચાર કરતાં વધુ લોકોએ ભેગા થવું નહીં, પણ કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં તેમ જ કોઈ સરઘસ કાઢવું નહીં. આ જાહેરનામામાં સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમ જ હોમગાર્ડ જે ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને છૂટ આપવામાં આવી છે.

Amdavad News

Amdavad Radios